Contact Us ના પેઈજ ઉપર અથવા કોમેન્ટ મારફત વાચકો તરફથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે માર્ગદર્શન માંગવામાં આવે તો તે અંગેના જવાબો અહી આપવામાં આવશે.

ખાસ નોંધ: અહીં જે માર્ગદર્શન આપવામાં આવે તે અંગેના અર્થઘટન અંગે જે તે ઠરાવ/પરિપત્ર/નિયમ પ્રસિદ્ધ કરનાર ખાતા/વિભાગનું અર્થઘટન આખરી રહેશે.

આપનો કોઈ પ્રશ્ન હોય તો Contact Us ના પેઈજ ઉપર જઇને મોકલી શકો છો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
==============================================================================================

પ્રશ્ન: હું બિન સરકારી માધ્યમિક શાળામાંથી ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ના હોદ્દા પરથી તા. ૩૧-૧૦-૨૦૧૧ ના રોજ નિવૃત્ત થયો. અમારા જી.પી.એફ. ખાતાનો હિસાબ જીલ્લા શિક્ષણધિકારી કચેરી સંભાળે છે. અમારું જી.પી.એફ. ખાતાની રકમ જે તે જીલ્લાની તિજોરી કચેરીમાં જે તે જીલ્લા શિક્ષણાધિકારી ના પી.ડી. એકાઉન્ટ માં જમા થાય છે. હું તા. ૩૧-૧૦-૨૦૧૧ ના રોજથી નિવૃત્ત થયો ત્યારબાદ નિયમ મુજબ નિયત મુદતમાં એટલે કે નિવૃત્તિના ૩ માસ સુધી જી.પી.એફ. નો આખરી ઉપાડ મંજુર કરી ચુકવવામાં આવ્યો હતો નહિ. મારી આખરી ઉપાડની દરખાસ્તમાં કોઈ વાંધો લેવામાં આવ્યો ના હતો. પરંતુ સદર કચેરીએ જી.પી.એફ. ને લગતું રેકર્ડ વ્યવસ્થિત નિભાવ્યું ન હોવાના કારણે અને કેટલાક ખાતામાં ડબલ અને ઓવર પેમેન્ટના પ્રશ્નોને કારણે સ્થાનિક હિસાબ ભંડોળ કચેરી દ્વારા ઓડીટ થઇ શક્યું નહિ. આખરે મારી જી.પી.એફ. ખાતાની આખરી ઉપાડની રકમ ફેબ્રુઆરી-૨૦૧૮ માં ચુકવવામાં આવી. કચેરી દ્વારા ફક્ત ૩૩ મહિનાનું વ્યાજ ચુકવવામાં આવ્યું છે. ખરેખર નિવૃત્તિની તારીખ પછી મને રકમ ચુકવવામાં આવી ત્યાં સુધી ગણતરી કરતાં ૭૬ માસ સુધી રકમ સરકારશ્રીમાં જમા રહી તો સદર રકમનું ૭૬ માસ સુધી નું વ્યાજ મળવાપાત્ર છે કે કેમ ? મળવાપાત્ર હોય તો આ રકમ કોણે ચુકવવાની થાય અને તે લેવા માટે શું કાર્યવાહી કરવાની રહે અને તેના માટે કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહે. તે જણાવવા નમ્ર વિંનંતી છે.
મધુસુદન પંડયા – મો. ૯૪૨૭***૦૫૫

જવાબ: નાણા વિભાગના તારીખ ૦૫/૦૮/૧૯૮૮ ના ઠરાવ ક્રમાંક: પીએફઆર-૧૦૮૮-૩૧૧-ચ મુજબ,

નિવૃત્તિ, વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, રાજીનામું, બરતરફી તથા નોકરીમાંથી દૂર કરવાના કારણે ફરજમુક્ત થતા કર્મચારીઓના કિસ્સામાં જો તેઓ ફંડ માટેની આખરી ચૂકવણી કરવા અરજી, છૂટા થયાના ત્રણ માસના સમયગાળા દરમિયાન કરે તો તેમને ખરેખર નાણા ચૂકવવા માટે ઓથોરીટી ઈશ્યુ કરવામાં આવે તે તારીખ સુધીનું વ્યાજ મળવાપાત્ર થશે. પરંતુ જો આવી અરજી ત્રણ માસના સમયગાળા દરમિયાન કરવામાં ન આવે તો આ પ્રમાણે વ્યાજ ફક્ત ત્રણ વર્ષના સમય (પહેલા ત્રણ માસ સિવાય) માટે જ ચૂકવવામાં આવશે. આમ, તમે અરજી ક્યારે કરી તેના પર આધાર રહે છે.

આ ઠરાવ નીચેની લીંક પર ક્લીક કરીને ડાઉનલોડ કરી શકાશે.

Payment of Interest on delayed payment of GPF balance

Advertisements