ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે

નાણા વિભાગના તા.૨૮/૦૨/૨૦૧૮ના સુધારા ઠરાવથી ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારી અન્ય નવી સેવામાં જોડાય ત્યારે તેમને ફરજમુકત ન કરતા તેમનું રાજીનામું જ મંજુર કરવાનું રહે છે. પરંતુ, આ માટે તેમને નોટીસ પે ભરવાનો થતો નથી.

આ ઠરાવ આપ નીચેની લી‌‌‌‌‌ન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે

ફિક્સ પગારના વિદ્યા સહાયકોના પગારમાં વધારો કરવા બાબત

તા.01/02/2017ની અસરથી ફિક્સ પગારના વિદ્યા સહાયકોના પગારમાં વધારાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયેલ છે. આ અંગેની અખબારી યાદી નીચે મુજબ છે.

ફીકસ પગારનાં કર્મચારીઓના અવસાન સમયે આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત

કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પમનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના ફીકસ પગારનાં કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતે સામાન્ય વહીવટ વિભાગના તા.20/07/2017ના ઠરાવથી નક્કી કરવામાં આવ્યું છે.

ઠરાવ અનુસાર તા.05/07/2011 અને ત્યારબાદ ફીકસ પગારનાં કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને રૂ.ચાર લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.

આ ઠરાવમાં અન્ય શરતો પણ રાખવામાં આવી છે.

આ ઠરાવ આપ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

ફીકસ પગારનાં કર્મચારીઓના અવસાન સમયે આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત

કરાર આધારીત કર્મચારીઓની બદલી અંગે

ગુજરાત સરકારમાં કરાર આધારે ફીક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની બદલી/પ્રતિનિયુક્તિ અંગેની માર્ગદર્શક સૂચનાઓ સામા‌ન્ય વહીવટ વિભાગના તા.05/07/2017ના પરીપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

⇒ આ પરીપત્રની જોગવાઇઓ નીચે મુજબ છે:

1.       ફિક્સ પગાર અને કરાર આધારે નિમણુંક મેળવનાર મહિલા કર્મચારી તથા દિવ્યાંગ ક્વોટામાં નિમણૂંક મેળવનાર કર્મચારીએ ઓછામાં ઓછી એક વર્ષની સેવાઓ બજાવી હોય તો તેઓની અન્ય જીલ્લાની ખાલી જગ્યા પરની ફેરબદલી માટેની અરજી વિચારણામાં લઇ શકાશે.

2.       વર્ગ – 3 સંવર્ગની નવી જાહેરાત અન્વયે સીધી ભરતીના નવા ઉમેદવાર નિમણૂંક મેળવે તે પહેલા જે ફિકસ પગારના મહિલા કર્મચારીએ ઓછામાં ઓછી એક વર્ષની સેવાઓ બજાવી હોય અને પુરૂષ કર્મચારીએ ઓછામાં ઓછી બે વર્ષની સેવાઓ બજાવી હોય અને આવા ઉમેદવાર બદલીની અરજી કરે તો પ્રથમ આવી અરજીઓ ઉપર કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે અને ત્યાર બાદ ખાલી રહેલ જગ્યા ઉપર સીધી ભરતીથી નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને નિમણૂંક આપવાની કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં સમાન કેડરની બે મહિલા કર્મચારીઓ કે જેમણે ઓછામાં ઓછી એક વર્ષની સેવાઓ બજાવી હોય અને તેઓ અરસ-પરસ બદલીની માંગણી કરે તો આવી બદલી કરી શકાશે.

ઉપર ક્ર્માંક (2) બાબતે સીધી ભરતીની જાહેરાત આપતા પહેલા જ બદલીની અરજીઓ બાબતે વિચારણા કરી આખરી નિર્ણય લેવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત આ પ્રકારની બદલીઓ સમાન સંવર્ગની સમાન પગાર ધોરણવાળી જગ્યાઓને વહીવટી હિત ધ્યાને લઇ લાગુ કરવાની રહેશે

3.       ફીક્સ પગારના પુરૂષ કર્મચારીએ ઓછામાં ઓછી બે વર્ષની સેવાઓ પુર્ણ કરી હોય અને મહીલા કર્મચારીએ ઓછામાં ઓછી એક વર્ષની સેવાઓ પુર્ણ કરી હોય અને આવા ઉમેદવાર અરસ-પરસ સ્વ-વિનંતિથી બદલીની અરજી કરે તો આવી અરજી ઉપર વિચારણા કરી અરસ-પરસ કરી શકાશે.

4.       ઉપર મુજબની તમામ બદલીઓ સ્વ-વિનંતિથી ગણવાની રહેશે.

નીચેની લી‌ન્ક પરથી આ પરીપત્ર ડાઉનલોડ કરી શકો છો.

કરાર આધારે ફીક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની બદલી/પ્રતિનિયુક્તિ અંગેની માર્ગદર્શક સૂચનાઓ

સામગ્રી મોકલનાર: પૂજા આર. રાઠોડ, જુનિયર ક્લાર્ક, જામનગર